મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં એક દર્દનાક દ્રશ્ય જોવામાં આવ્યું.
અહીં આઠ સાલ નો બાળક પોતાના બે વર્ષના નાના ભાઈના મૃતદેહને લઈને ખોળામાં બેઠો છે. આમ તે પોતાના સગા ભાઇની લાશને લઈને બેઠો છે. તેની લાશને સફેદ રંગના કપડામાં લપીટી છે. તેના ઉપર માખીઓ બેઠી છે અને તે બાળક હાથથી ઉડાવી રહ્યો છે અને પોતાના પિતાની રાહ જોઈ રહ્યો છે.
પિતા એક સસ્તુ સાધન કે વાહન શોધવા ગયા છે, પોતાના મૃત બાળકને ગામ પહોંચાડવા માટે. આ બાળકને એનિમિયા અને એબડોમલ સ્વેલિંગ હતું.
ત્યાંના સ્થાનિક દવાખાનામાં એવું કહ્યું હતું કે જિલ્લાના મોટા હોસ્પિટલમાં લઈ જવું પડશે એમ્બ્યુલન્સ દ્વારા તે જિલ્લાની મોટી હોસ્પિટલમાં પણ લાવ્યા પરંતુ ત્યાં તે બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. તેમના માતા પિતાને ₹1,500 ની પણ જરૂર હતી.માતા-પિતા પાસે એટલા રૂપિયા પણ હતા નહીં કે જેને બચાવી શકે. ત્યારે આપણા દેશમાં ગરીબ લોકોને 1500 જેવી ઘણી મોટી કિંમત હોય છે. ત્યારે આપના માંથી આપણને એક રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ત્યાં 1500 રૂપિયાનું ખાઈ લઈએ છીએ અને તે લોકો પાસે આટલા રૂપિયા પણ હોતા નથી.
હું આપને લોકોને એક સેકન્ડ માટે વિચાર કરવાનું કહીશ કે એક સેકન્ડ માટે પોતાની જાતને અહીં મૂકો અને વિચારો. તમને અહીં સમજાશે કે આ આઠ વર્ષનું બાળક કેવી મુશ્કેલીઓમાંથી કે પરેશાનીમાંથી થઈ રહ્યો છે કોઈ નહીં સમજી શકે ફક્ત જે ત્યાં બેસે તે જ સમજી શકે છે તેની સ્થિતિ.
તેમના માતા-પિતા ઘણા લાચાર છે ત્યારે આપને ભારતમાં ગરીબ માણસ ઘણો લાચાર થઈ જાય છે. ભારતમાં ઘણી ગરીબી છે અને ઘરની પરેશાની પણ છે આપની તે પરેશાની ને સમજી શકતા નથી.કારણકે આપણે તે પરેશાનીને મહેસુસ જ કરી નથી.
આપના કેટલાક પરીક્ષા આપનારા બાળકો અને યુવાઓ જે વિવિધ પ્રકારની પરીક્ષાઓ આપે છે જેમ કે યુપીએસસી જીપીએસસી અને સરકારી નોકરીઓ મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓએ ખાસ આ ઘટનામાંથી સીખ લેવી જોઈએ અને ઇન્સ્પાયરેશન લેવી જોઈએ.
૧) પહેલા તો એ યુવાનો અને બાળકોને સમજવું જોઈએ કે તેમની પાસે જે સમસ્યાઓ છે તે ઘણી નાની છે જો તમે આ બાળક ની પરેશાની ને ફીલ કરો તો.
૨) બીજી વાત ધ્યાનમાં રાખજો કે આઈએએસ, આઇ પી એસ, જીએએસ બની ગયા તો આવા લોકોની પહેલા મદદ કરવી જોઈએ.અને તે ગ્રાઉન્ડ લેવલ લે જ આવા લોકોને મદદ કરવી હોય તો આઇએએસ અને pcs પાસે જ આવી તાકાત હોય છે.
૪) જો તમે આમ આદમી પણ હોય તો આવા લોકોની મદદ કરી શકો છો.
૫) કોઈ વસ્તુ પામવી હોય તો અથવા તો આઈએએસ, ips, dsp અને એસડીએમ એક્ઝામની તૈયારી કરતા હોય આવા બાળકોની સ્ટોરી યાદ કરી લેજો અને એક સેકન્ડ માટે આ બાળકની જગ્યા પર પોતાની જાતને મૂકીને જુઓ. તમને લોકોને પોતાની બધી જ મુશ્કેલીઓ અને પૈસાની સમસ્યાઓ આસાન/સરળ લાગશે.
મને આ ફોટામાં રહેલ આ બાળકની પરિસ્થિતિમાં કોઈ નિરાકરણ નથી જણાતું એક તો આ બાળક ઘણો નાનો છે અને બીજું કે આ એવા સ્તરે છે કે જે તે કામ પણ કરી શકતો નથી.
જો તમે જૂની ફિલ્મો જોઈ હશે તો તેમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને રાજેશ ખન્ના ની કેટલીક ફિલ્મો હતી જેવી કે દીવાર એવી બધી ફિલ્મોમાં 'લોકોની મજબૂરીઓ' બતાવતી હતી. ત્યારે આજની ફિલ્મો એટલી મજબૂરી તે લોકોમાં નથી જોવા મળતી. શાહરૂખ ખાનનું રોમાન્સ જોવા મળે છે અને નવા નવા હીરોની એક્શન ફિલ્મો જોવા મળે છે બીજું કોઈ જોવા મળતું નથી.
માટે મિત્રો આવા દિન ગરીબ અને લાચાર લોકોની હંમેશા માટે મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આપના સમાજમાં એક વર્ગ એટલો અમીર છે અને બીજો વર્ગ એટલો ગરીબ પણ છે આપને આ સંતુલન રાખીને આપને એકબીજા સાથે ચાલીને આવા લોકોને પણ એ લોકોની નવી ઊંચાઈ પર લઈ જવા માટે એ લોકોને મદદ કરી જોઈએ.
અસ્તુ:
જય હિન્દ.
અમિત રાણા
Environment Engineer
Ankleshwar.